વડોદરા : PM મોદીએ પોતાનો કાફલો રોકાવી દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળ્યા, દિયાએ બન્ને PMની તસવીરવાળી ફ્રેમ ભેટ આપી...

વડોદરા ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં PM મોદીએ પોતાનો કાફલો રોકી દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે મુલાકાત કરી હતી.

New Update

ભારતનાPM અને સ્પેનનાPM બન્યા વડોદરાના મહેમાન

ભારત અને સ્પેનના વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો

રોડ-શો નિહાળવા દિવ્યાંગ વિદ્યાર્થિની પણ ઉપસ્થિત રહી

PM મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળ્યા

વિદ્યાર્થીનીએ બન્નેPMની તસવીરવાળી ફ્રેમ ભેટમાં આપી

વડોદરા ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાંPM મોદીએ પોતાનો કાફલો રોકી દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે મુલાકાત કરી હતી.

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના સંયુક્તપણે ઉદઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સંસ્કારી નગરી વડોદરાની ધરતી પર પધાર્યા છેત્યારે બન્ને દેશના વડાપ્રધાન દ્વારા ભવ્ય રોડ-શો યોજાયો હતોત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ-શોને નિહાળવા શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિની દિયા ગોસાઈ પણ ઉપસ્થિત હતી. જેને જોતાં જPM મોદીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો. બન્ને દેશનાPM ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને દિયાને હેતપૂર્વક મળ્યા હતા. દિયા ગોસાઈ ઘણા સારા ચિત્રો દોરે છે. તેણીએ બન્ને વડાપ્રધાનની તસવીર સાથે એક ફ્રેમ બનાવી હતી. જેPM મોદીને ભેટ આપી હતીજ્યાં બન્ને મહાનુભાવોએ ભેટને સહર્ષ સ્વીકારી દિયાને શુભકામના પાઠવી હતીત્યારે સંસ્કારનગરી વડોદરાની હૃદયસ્પર્શી ક્ષણને ઉપસ્થિત સૌકોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.