વડોદરા: નામાંકિત ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.32.50 લાખ પડાવનાર ચાર ઠગોની ધરપકડ કરતી પોલીસ

વડોદરા શહેરના નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી,

New Update
Advertisment
  • વડોદરાના નામાંકિત ડોક્ટર બન્યા હતા ડિજિટલ એરેસ્ટનો ભોગ 

  • સાયબર માફિયાઓએ રૂ.32.50 લાખ પડાવ્યા હતા 

  • મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ઠગોએ રચ્યું હતું તરકટ 

  • ભોગ બનનાર ડોકટરે નોંધાવી હતી પોલીસ ફરિયાદ 

  • પોલીસે ચાર ઠગોની ધરપકડ સાથે ડોક્ટરના રૂપિયા પરત અપાવ્યા  

Advertisment
વડોદરા શહેરના નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી,અને પોલીસે ભોગ બનનાર ડોકટરના રૂપિયા 32 લાખ પણ પરત અપાવ્યા હતા.
વડોદરા શહેરના એક નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઈમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ જેવી માતબર રકમ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતને વડોદરા સાયબર ક્રાઈમે દબોચી લીધા છે. મહત્વની વાત એ છે કે વડોદરા પોલીસે ભોગ બનનાર તબીબને 32 લાખ રૂપિયાની રકમ પણ પરત અપાવી છે.વડોદરા શહેરમાં રહેતા તબીબને થોડા સમય પહેલા કુરિયર માંથી એક ફોન આવ્યો હતો, જેમાં સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે તમારા નામનું એક કુરિયર બેંગકોક જઈ રહ્યું છે, જેમાં ગેરકાનૂની વસ્તુ છે. આ બાબતે અમે મુંબઈ ક્રાઈમ બ્રાંચને જાણ કરી રહ્યા છીએ. એની ગણતરીની મિનિટોમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામ પર ફરિયાદી પર બીજો ફોન આવ્યો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે આરોપીઓએ ફોન કરી ફરિયાદીનું વીડિયો નિવેદન લેવા કહ્યું હતું. એના માટે ફરિયાદીને પોતાના મોબાઈલમાં સ્કાયપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચ માંથી બોલી રહેલા લોકોએ ફરિયાદીનું વર્ચ્યુઅલી નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને વિશ્વાસ બેસે એ માટે સામા પક્ષથી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામના લેટર અને ફરિયાદીની અંગત માહિતી પણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ રીતે ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બે બેંક ખાતામાં કુલ રૂપિયા 32 લાખ 50  હજાર ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરાવ્યા હતા.ડિજિટલ અરેસ્ટ મામલે વડોદરા સાયબર ક્રાઈમે  મુંબઈ માંથી બે  અને અમદાવાદ-સુરતના એક-એક આરોપી સહિત કુલ ચારની ધરપકડ કરી છે. આરોપીઓમાં ઇબનુસિયાદ પી. અબ્દુલ સલીમ,અસરફ અલ્વી,ધીરજલાલ લીમ્બાભાઇ ચોથાણી,પ્રિન્સ મહેન્દ્રભાઇ રવીપરાનો સમાવેશ થાય છે.
Latest Stories