વડોદરા: રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી

વડોદરા ખાતે એસએસજી  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા.

New Update
Advertisment
  • દુષ્કર્મ પીડિતા છે સારવાર હેઠળ

  • શક્તિસિંહ ગોહિલે પરિવાર પ્રત્યે સાંત્વના કરી વ્યક્ત

  • બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક ગણાવી

  • ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

  • એક વર્ષમાં 169 બાળકીઓ પર બળાત્કારની ઘટના બની

Advertisment

વડોદરા ખાતે એસએસજી  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા.તેઓએ બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.

ઝઘડિયાના શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર અમાનુષી બળાત્કાર ગુજરાવાના કિસ્સામાં બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને તબીબો દ્વારા ખડેપગે રહીને તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવ્યા હતા અને તેઓએ એસએસજી હોસ્પિટલ ખાતે બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓએ ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કેઝઘડિયામાં બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે. બાળકીના પરિવાર સાથે મળ્યો બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને ડોકટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બાળકીની હાલત જોઈને એમ લાગે છે કે કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોય શકે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી.

આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છેરાજકારણ કરવાનો નહિ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એક વર્ષમાં 169 બાળકીઓ પર બળાત્કારની ઘટના બની છે. એનું કારણ એ છે કે ભાજપ દ્વારા અસામાજિક તત્વોને ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવે છે અને તેઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં નહોતા આવતા. ભાજપ આવા ગુનેગારોને સાથે  લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ.

 

Latest Stories