-
વડોદરામાં સ્કૂટર માંથી રૂ.3 લાખની ચોરી
-
વેપારીના સ્કૂટરની ડીકી ખોલીને ચોરીને અપાયો અંજામ
-
શાતીર ચોરે સ્થાનિકોની નજર ચૂકવી ચોરી કરી ફરાર
-
સ્થાનિક લોકો મુક પ્રેક્ષક બનીને જોતા રહ્યા
-
ચોરીની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
વડોદરાના યાકુતપુરા વિસ્તારના અજબડી મીલ પાસે એક વેપારીના સ્કૂટર માંથી ચોર બિન્દાસ રૂ.3 લાખ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયો હતો,જોકે ચોરીની ઘટનામાં લોકો મુક પ્રેક્ષક બનીને રહ્યા હતા.
વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં અજબડી મિલ પાસે એક વેપારીના સ્કૂટરની ડીકી ખોલી તે માંથી રૂપિયા 3 લાખ ભરેલી બેગની ચોરી થઈ હતી.ધોળા દિવસે તેલની દુકાનની પાસે આ સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.જે માંથી એક તસ્કર બેઝિઝક આવી સ્કૂટરની ડીકી ખોલી તેમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો જોતા રહ્યા અને આ ઈસમ બેગ લઈને ચાલ્યો ગયો હતો.સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.