Connect Gujarat
વડોદરા 

વડોદરા : હરણી પોલીસ મથકની હદમાંથી સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો...

ગોલ્ડન ચોકડી નજીકથી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે રૂપિયા 18 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.

X

વડોદરાની ગોલ્ડન ચોકડી નજીકથી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે રૂપિયા 18 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક ઇસમની ધરપકડ બાદ હરણી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સ્ક્વોર્ડને વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે આવેલ એક હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલો એક ટેમ્પો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો, ત્યારે ટ્રકમાંથી 400 પેટી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી રૂપિયા 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું. હરણી પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા હરણી પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટેમ્પો ચાલક અશોકસિંઘની ધરપકડ કરી છે. જોકે, વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અને ક્યાં પહોંચતો કરવામાં આવનાર હતો. તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના જથ્થા સહિત આરોપીને હરણી પોલીસ મથકના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે.

Next Story