વડોદરામાં ભાદરવામાં વરસાદની તોફાની એન્ટ્રી
બપોરના વરસેલા વરસાદે શહેરને જળમગ્ન કર્યું
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
વરસાદને પગલે જનજીવન થયું પ્રભાવિત
રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત
વડોદરામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
વડોદરાને મેઘરાજાએ ફરી એકવાર જળમગ્ન કરી દીધું હતું.વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું.આજે બપોરે વરસાદ શરૂ થતા જનજીવન પર માઠી અસર પડી હતી.શહેરના રાવપુરા દાંડિયા બજાર,ચાર દરવાજા,અકોટા,સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.જ્યારે વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે.આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી 18 ફૂટને પાર પહોંચી છે.ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું.અને વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી હતી.