Connect Gujarat
વડોદરા 

વડોદરા : પ્લેબેક સિંગર તુલસી કુમારના ગીતો પર પારૂલ યુનિવર્સિટીના વિધાર્થીઓ ઝુમ્યા...

વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં યોજાયેલ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે પ્લેબેક સિંગર તુલસી કુમાર યુનિવર્સીટી આવ્યા હતા.

X

વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં યોજાયેલ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે પ્લેબેક સિંગર તુલસી કુમાર યુનિવર્સીટી આવ્યા હતા. મ્યુઝિકલ પ્રોગ્રામ પૂર્વે તુલસી કુમાર વિદ્યાર્થીઓ સાથે મન ખોલીને વાતો કરી હતી, તો વિદ્યાર્થીઓએ પણ તુલસી કુમાર સમક્ષ પોતાના પ્રશ્નો તેમજ ગીતો રજૂ કર્યા હતા. તુલસી કુમારે જણાવ્યું હતું કે, તેમના પિતા ગુલશનકુમાર ઈચ્છતા હતા કે, તેમની દીકરી પ્લેબેક સિંગર બને અને તે કાર્યને સિદ્ધ કરવા ગુલશન કુમારે તુલસી કુમારને તાલીમ અર્થે એકેડમીમાં મુક્યા હતા. જે તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ તુલસી કુમાર 10 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. એવું જણાવતા તુલસી કુમારે કહ્યું હતું કે, તે સિંગર બની અને પોતાના પિતાનું સપનું પૂરું કર્યું છે. તેઓ ગાયકી ક્ષેત્રે હિન્દી ફિલ્મોમાં ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પરંતુ તેમને પોતાનું સ્થાન મજબૂત કર્યું હોવાનું પણ જણાવ્યું હતું.

Next Story