વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ આજરોજ પાલિકા કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં અધ્યક્ષને અધિકારીઓ જ ન ઓળખાતા હોવાનું બહાર આવ્યું હતું.
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીમાં આજ રોજ સ્થાયી ચેરમેન ડો . હિતેન્દ્ર પટેલ દ્વારા વિવિધ વિભાગમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના કેટલાક અધિકારીઓ તો સ્થાયીના ચેરમેનને ઓળખતા પણ નહોતા.અધિકારો તો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ વિભાગ સહિતના કેટલાક વિભાગોમાં કેટલાક અધિકારીઓ દ્વારા તો તેમને ઓળખ્યા પણ નહોતા અને એક મહિલા અધિકારીએ તો જણાવ્યું કે કોનું કામ છે ભાઈ ? ચેરમેને કહ્યું તમે મને ઓળખતા નથી ? તમારી રજા જે મંજૂર કરી હતી એ હું જ ચેરમેન છુ . આમ જો પાલિકાના અધિકારો જ સ્થાયી ચેરમેનને ઓળખતા ના હોય તો આમ માણસને તો ક્યાંથી ઓળખે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાત કરી રહ્યા છે પણ પાલિકા દ્વારા પોતાની ઓફિસ પણ સ્માર્ટ બનતી નથી તેવી વાત શહેરમાં ચર્ચાઈ રહી છે .