વડોદરા : બાળ ચિત્રકારે પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી...

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રોફેસરના 9 વર્ષીય બાળકે કલાજગત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બાળ ચિત્રકાર આસપાસના વાતાવરણનું ચિત્રમાં અવલોકન કરે છે.

New Update
વડોદરા : બાળ ચિત્રકારે પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી...

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રોફેસરના 9 વર્ષીય બાળકે કલાજગત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બાળ ચિત્રકાર આસપાસના વાતાવરણનું ચિત્રમાં અવલોકન કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલો અને સન્માનપત્રો મેળવી બાળ ચિત્રકારે પરિવારનું નામ રોશન કર્યું છે.

વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રો. અરવિંદ સુથારના 9 વર્ષીય બાળ ચિત્રકાર ગૌતમ સુથારે કલાજગત ક્ષેત્રમાં ખૂબ નાની વયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી છે. આ બાળકે જાપાન, યુએસએ અને બેંગ્લોર તેમજ લલિલ કલા એકેડેમી દ્વારા યોજાયેલી પેઈન્ટિંગ્સ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ સહિત વિશેષ સન્માનો પ્રાપ્ત કર્યાં છે. બાળ ચિત્રકાર ગૌતમ સુથાર ઈએમઈ, કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. ગૌતમ જ્યારે 2 વર્ષનો હતો, ત્યારે તેની દાદીએ તેને વિદ્યા સંસ્કાર આપવાના ભાગરૂપે હાથમાં પીંછી પકડાવી હતી. પ્રથમવાર તેણે કાગળ પર લાલ રંગ દ્વારા કંઈક ચિતરામણ કરી હતી. અને જેમ જેમ તે મોટો થતો ગયો તેમ પેઈન્ટિંગમાં તેની રુચિ વધતી જતી હતી.

વડોદરા શહેરના બાળ ચિત્રકારે અત્યાર સુધીમાં 150થી વધુ પેઈન્ટિંગ્સ બનાવી છે. વળી, તેના ચિત્રોની વિષેશતા એ છે કે, તે અન્ય બાળ ચિત્રકારોની જેમ મોર, પોપટ, ચકલી કે, કાર્ટુન બનાવતો નથી. આટલી નાની વયમાં પણ તેની વિચારશક્તિ અદભૂત છે. તે પોતાના આસપાસના વાતાવરણમાંથી ચીજ-વસ્તુઓ અને પરિસ્થિતિનું અવલોકન કરી તેને ચિત્ર સ્વરૂપે રજૂ કરે છે. જે ખૂબ જ તર્કસંબંધિત હોય છે અને તેના કારણે જ તેની પેઈન્ટિંગ્સ આંતરરાષ્ટ્રીય સ્તરની પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં પસંદગી પામે છે.

Latest Stories