-
સરકારી દુકાનમાં ટર્પેન્ટાઈનનો વેપાર
-
દુકાન ધારક કરતો હતો વેપાર
-
પુરવઠા વિભાગને મળી ફરિયાદ
-
પુરવઠા વિભાગે પાડ્યા દરોડા
-
73 લીટર ટર્પેન્ટાઈનનો જથ્થો કરાયો જપ્ત
વડોદરાના અકોટા વિસ્તારમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પડ્યા હતા. જેમાં વેપારી ટર્પેન્ટાઈન વેચી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તંત્ર દ્વારા આ જથ્થો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરાના અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી પુરવઠા વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી.સરકારી સસ્તા અનાજની દુકાનમાં વેપારી ભરત પ્રજાપતિ ટર્પેન્ટાઈનનો વેપાર કરતો હતો.ફરિયાદ મળતા જ પુરવઠા વિભાગે કાર્યવાહી કરી હતી.પુરવઠા વિભાગે અંદાજિત 72 થી 73 લીટર ટર્પેન્ટાઈન જથ્થો જપ્ત કર્યો હતો.આ મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.