વડોદરા : સ્માર્ટ સિટીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ગાયનું શિંગડું વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી...

વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માતોના પગલે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે,

વડોદરા : સ્માર્ટ સિટીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ગાયનું શિંગડું વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી...
New Update

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર એક ગાયે ભેટી મારતા તેનું શીંગડું નવયુવાનની આંખમાં ખુંપી ગયું હતું. જુવાનજોધ પુત્રએ એક આંખ ગુમાવતા પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ વ્યાપ્યો હતો. વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માતોના પગલે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે, ત્યારે ગત બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલીટેક્નિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

જે કામ અર્થે સિટીમાં ગયો હતો અને ત્યાંથી 8 વાગ્યાના અરસામાં ઘરે આવી રહ્યો હતો. તે દરમ્યાન સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી. ત્યારબાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતા ગાયનું શીંગડું હેનીલની આંખમાં ખુંપી ગયું હતું.

જોકે, હેનીલે બુમાબુમ કરતા લોકોના ટોળાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં તેની આંખ ફૂટી ગયું હોવાનું ધ્યાને આવતા જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. જુવાનજોધ પુત્રએ આંખ ગુમાવતા પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ વ્યાપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ હજી પણ રસ્તા પર ઢોર ફરી રહ્યા છે.

#cattle #VadodaraNews #વડોદરા #રખડતા ઢોર #Gujaratio News #Today Gujarati News #Vadodara #Vadodara Gujarat #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article