વડોદરા : હપ્તાના પૈસા પીયરમાંથી ન લાવતા પત્નીને પતિએ જ ઉતારી મોતને ઘાટ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિએ પોતાની ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

New Update

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિએ પોતાની ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિના હાથે જ પત્નીની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારમોઇનખાન પઠાણે તેની જ પત્ની નિશારબાનુને માથાના ભાગે લોખંડનો તવો ઝીંકી દઈ લોહીલુહાણ કરી મુકી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નિશારબાનુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ પતિ મોઇનખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે મોઇનખાન પઠાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પત્ની પર હુમલો કર્યા બાદ મોઇનખાન પઠાણ ઉત્તરપ્રદેશ તરફ ભાગી ગયો હતો. આ દરમ્યાન પત્ની નિશારબાનુ સારવાર દરમ્યાન મોતને ભેટી હતીત્યારે પત્નીનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં જ હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો. આ દરમ્યાન આરોપી જવાહરનગર બોરીયા તળાવ વિસ્તારમાં ફરતો હોવાની બાતમી મળતા પોલીસે હત્યારા પતિ મોઇનખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી વારંવાર પત્ની પાસે દહેજની માંગણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત હપ્તેથી લીધેલી બાઈકના હપ્તાના પૈસા પત્ની પીયરમાંથી ન લાવતા મારઝુડ કરી હતી.

 

Latest Stories