વડોદરા: કરજણ મામલતદાર કચેરીમાં અચાનક મધમાખી ઉડતા સર્જાઈ નાસભાગ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં અચાનક મધમાખી ઉડતા ભાગદોડ મચી ગઈ હતી.મધપૂડા માંથી એકાએક મધમાખી ઉડતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી.

New Update
  • કરજણ મામલતદાર કચેરીનો બનાવ 

  • મધમાખીનું ઝુંડ ઉડતા સર્જાઈ અફરાતફરી 

  • કચેરીમાં લોકોમાં ભયનો ભયનો માહોલ સર્જાયો 

  • ચાર થી પાંચ લોકો થયા ઘાયલ 

  • 108 દ્વારા ઇજાગ્રસ્તોની કરાઈ સારવાર  

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં અચાનક મધમાખી ઉડતા ભાગદોડ મચી ગઈ હતી.મધપૂડા માંથી એકાએક મધમાખી ઉડતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી. જેના કારણે લોકો ઓફિસમાં દરવાજા બંધ કરીને પુરાઈ ગયા હતા.

વડોદરા જિલ્લાના કરજણ ખાતે મધમાખીના આતંકનો અનેક વ્યક્તિઓ ભોગ બન્યા હતા.વડોદરાના કરજણ ખાતે સેવા સદનની બિલ્ડીંગમાં મધમાખીએ પોતાનો મધપૂડો બનાવ્યો હતો.જ્યાંથી એકાએક મધમાખીઓ ઉડતા તેનાથી બચવા નાસભાગ થઈ ગઈ હતી.જોકે,મધમાખીઓનો આતંક વધતા કર્મચારીઓએ કચેરીના દરવાજા બંધ કરી પોતે અંદર પુરાઈ ગયા હતા.સમગ્ર નાસભાગ દરમિયાન ત્રણથી ચાર લોકોને મધમાખીએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થયા હતા.ઘણા લોકો મધમાખીના ડંખથી બચવા માટે માથે પ્લાસ્ટિક તેમજ ન્યૂઝ પેપર,રૂમાલ ઓઢીને નીકળતા જોવા મળ્યા હતા.

સમગ્ર ઘટના દરમિયાન તાત્કાલિક ધોરણે 108 બોલાવવામાં આવી હતી.108 આવ્યા બાદ ઘાયલ દર્દીઓની સારવાર અંગે જરૂરી કાર્યવાહી કરી મધમાખીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે,મધમાખીના આતંકના કારણે ઘણા કલાકો સુધી કચેરીનું કામકાજ બંધ રહ્યું હતું.તેમજ ત્યાં હાજર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.