વડોદરા : ટુ-વ્હીલર વાહનનો શોરૂમ ભડકે બળ્યો, 250 વાહનો બળીને ખાખ થઈ જતાં રૂ. 1.50 કરોડનું નુકશાન...

વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.

New Update

વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ 10 ગાડીઓ સાથે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 3 કલાકની ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાય છે. તો બીજી તરફલોકો વરસાદના કારણે થયેલ નુકશાનમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે. તેવામાં વડોદરાના કરોડરજ્જુ સમાન વ્યાપારને પણ વરસાદના કારણે મોટો ફટકો પડ્યો છે. ગત મોડી રાત્રે વડોદરાના સિંધવાઇ માતા રોડ ઉપર પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના દ્વિચક્રી વાહનના શોરૂમમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.

બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની દાંડિયા બજારજીઆઇડીસી, TP-13 સહિત MGVCLની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. જોકેઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી 250 જેટલી બાઈકઇવી બાઈક અને મોપેડ બળીને ખાક થયા હતા. ફાયરના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે3 કલાકથી પણ વધુની ભારે જહમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ શોરૂમમાં લાગેલી આગના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories