વડોદરા : પાદરાના ચમારા પુલ પાસે ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવાનોને ટક્કર મારતા ત્રણેયનાં કરૂણ મોત

પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા

New Update
Padra Accident

વડોદરાનાં પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આણંદ જિલ્લાના સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં ત્રણ યુવકો બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પાદરાના ચમારા બ્રિજ પાસે ટ્રેક્ટરે ટક્કર મારતાં ત્રણેય યુવકો રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતા.

અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા. ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે હાલ ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના પગલે પાદરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.