Connect Gujarat
વડોદરા 

વડોદરા: બે શ્રમિકો વચ્ચે બોલાચાલી બાદ હત્યા,પોલીસે તપાસ શરૂ કરી

વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.

X

વડોદરામાં બે શ્રમિકો વચ્ચે બોલાચાલી અને ત્યાર બાદ ગાળાગાળી થતા મામલો બિચક્યો હતો. જેમાં એક શ્રમિકે અન્ય શ્રમિકને ઉશ્કેરાઇને છાતીમાં ચપ્પુ મારી દેતા તેનું મોત નિપજયુ હતુ

વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું. દરમિયાન બે શ્રમિકો વચ્ચે બોલાચાલી અને ત્યાર બાદ ગાળાગાળી થતા મામલો બિચક્યો હતો. જેમાં એક શ્રમિકે અન્ય શ્રમિકને ઉશ્કેરાઇને છાતીમાં ચપ્પુ મારી દીધું હતું. જેમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.ગઇ કાલે પત્રકાર ચાર રસ્તા પાસે ટોકટાઇમ મોબાઇલ શોપની સામે ફરાસખાનાનું કામ ચાલું હતું. તેમાં મજૂરો પૈકીને બે મજૂરો વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી. તેમાં મૃતક ગોપાલભાઇ અને આરોપી ધર્મેન્દ્ર ચૌહાણ વચ્ચે ગાળાગાળી દરમિયાન મરનારે આરોપીની ફેંટ પકડી લીધી હતી. આરોપીએ એકદમ ઉશ્કેરાઇ અને મૃતકના છાતીના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જે બાદ મૃતક ઘટના સ્થળે જ ચક્કર ખાઇને ઢળી પડ્યો હતો. પછી ઇજાગ્રસ્તને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

Next Story