/connect-gujarat/media/post_banners/f811f66b198f3475cb87492e88ec98e1e53ecd9d27069c88a357dbc320830f74.jpg)
વડોદરા શહેરના સાવલી-મંજુસર નજીક અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની જાણ થતાં જ સાવલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય વિશ્વજીત નામનો યુવક બપોરના સુમારે સાવલી-મંજુસર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બાઇક પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ વિશ્વજીત પર ફાયરિંગ કરી દીધું હતું.
ફાયરિંગમાં ઘાયલ વિશ્વજીત રોડના કિનારે ફંગોળાઈને પડ્યો હતો, જ્યારે લોકોના ટોળાં એકત્રિત થાય તે પહેલાં જ બાઇક આવેલા બન્ને ઇસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ફાયરિંગ થયાની વાત વાયુ વેગે પ્રસરી જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુપી-બિહાર સ્ટાઈલથી થયેલી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.