-
વડોદરામાં યુવાન બન્યો ડિજિટલ એરેસ્ટનો ભોગ
-
મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાના નામે આવ્યો કોલ
-
યુવાનને 34 કલાક સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ રાખ્યો
-
સુપ્રીમ કોર્ટના જજના નામે ધાકધમકી આપી રૂપિયા પડાવ્યા
-
1.65 લાખ ટ્રાન્સફર કર્યા બાદ કોલ રી-કનેક્ટ ન થયો
-
આખરે યુવાનને પોતે કોઈ ફ્રોડનો ભોગ બન્યો હોવાનો થયો અહેસાસ
-
સમગ્ર ઘટના અંગે ભોગ બનનારે નોંધાવી પોલીસ ફરિયાદ
વડોદરાના એક યુવકને સાયબર માફિયાઓએ સતત 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સુપ્રીમ કોર્ટના જજ અને પોલીસની ધમકીઓ આપીને 1.65 લાખ રૂપિયા પડાવ્યા હતા.મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપવામાં આવી હતી.
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા કેતન સાવંતને 3 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકે એક કોલ આવ્યો હતો.અને કહેવામાં આવ્યું હતું કે તમારો કોલ બે કલાકમાં બંધ થઈ જશે.કેતન સાવંતની નોકરી છૂટી ગઈ હોવાથી તેઓને કંપનીઓમાંથી HRના કોલ આવતો હોવાથી કોલ બંધ થઈ જવાનું કહેતા તેઓ ટેન્શનમાં આવી ગયો હતો.
તેથી તેમને કોલ પર કહ્યા મુજબ તેઓએ સૂચનાઓનું પાલન કરતા હતા.અને ત્યારબાદ સાયબર માફિયાઓએ સિલસિલાબધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું,અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
તેથી તેઓ બદનામીના ડરથી સાયબર માફિયા કહેતા ગયા તે રીતે તેઓ તેમની સૂચનાઓનું પાલન કરતા હતા,અને પોતાના બેંક એકાઉન્ટમાંથી PPFના નાણાં ઉપાડીને કેતન સાવંતે સાયબર માફિયાઓને ટ્રાન્સફર કર્યા હતા.
જોકે ત્યારબાદ કેતન સાવંત કોલ રીક્નેકટ કરવા જતા કોલ લાગી શક્યો નહોતો.તેથી તેઓએ કોઈ ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અણસાર તેમને આવ્યો હતો.સાયબર માફિયાઓએ 34 કલાક સુધી કેતન સાવંતને ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.
વધુમાં આ ઘટનામાં સાયબર માફિયાઓએ તેઓને નોટરી કરેલા ડોક્યુમેન્ટ સહિતના પેપર પણ બતાવ્યા હતા,અને સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તેમ જણાવી મામલો પતાવવા માટેની બાંહેધરી આપી હતી,તે મુજબ કોર્ટના જજ દ્વારા પણ કેતન સાવંતને કેસની પતાવટ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું,અને એમ નહીં કરે તો પોલીસ અરેસ્ટ કરશે અને કસ્ટડીમાં રેહવું પડશે તેવી ધમકી આપી હતી.
ત્યાર બાદ તેઓએ PPF ના નાણાં ઉપાડીને સાયબર માફિયાઓને ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યારબાદ સાયબર માફિયાઓનો કોન્ટેક્ટ થઈ શક્યો નહતો.તેથી તેઓએ પોતાના પરિચિત નીતિનભાઈની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.