વડોદરા: વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં યુવાનનું મોત, ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ

વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગર નદીમાં ખેંચી જતા તેનું મોત નીપજયું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

New Update
વડોદરા: વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં યુવાનનું મોત, ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગર નદીમાં ખેંચી જતા તેનું મોત નીપજયું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો હતો. આ ઘટના કોઈ વ્યક્તિએ જોતા તુરંત જ દાંડિયા બજાર ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સમયે મગર યુવકને ખેંચીને લઈ જઈ રહ્યો હતો. જેથી ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, નદીમાં ઘણા મગર હોવાથી ફાયરબ્રિગેડની ટીમને રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મગર યુવકના મૃતદેહને ખેંચીને દૂર લઈ જઈ રહ્યો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં વિઘ્ન આવ્યું હતું. જોકે, એક કલાકની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો અને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો હતો. યુવાનનું અકાળે મોત થતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો