New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/IMG-20190705-WA0109-1.jpg)
વડોદરાના વાઘોડિયા નગરના એસ.ટી ડેપો વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીથી નગરજનો ભારે હાલાકીમાં મુકાયા છે. વાઘોડિયા જૂની પોલીસ લાઈન પાસે આવેલા ઢોરના ડબ્બાને કચરાનો ડબ્બો બનાવી દેતા ગંદકી થવા પામી છે.
જેને લઈ અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી ત્યાંથી પસાર થતા લોકોને બિમારી ફેલવાનો ભય સતાવી રહ્યો છે. ઢોરના ડબ્બા પાસે આંગણ વાડી તેમજ બે સ્કૂલ આવેલી છે. સ્કૂલમાં આવતા નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે તેમજ આજુબાજુ રહેતા ગરીબ પરીવારના લોકોને પણ ગંદકીથી બીમારીનો ભય સેવાઇ રહ્યો છે. શિક્ષણ આપતા શિક્ષકો તેમજ રહિશો દ્વારા યુદ્ધના ધોરણે વાઘોડિયા ગ્રામપંચાયત દ્વારા ગંદકી દૂર કરવામાં એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
Latest Stories