Connect Gujarat
ગુજરાત

વાગરા પોલીસના હાથે ગેરકાયદે તાડીનું વેચાણ કરતો એક ઝડપાયો

વાગરા પોલીસના હાથે ગેરકાયદે તાડીનું વેચાણ કરતો એક ઝડપાયો
X

વાગરા પોલીસે ગેરકાયદે તાડીનું વેચાણ કરતા એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા ઇસમ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

વાગરા પોલીસ તા.૧૪મીનારોજ પેટ્રોલિગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે જી.ઇ.બી. ઓફિસની સામે બાવળીમાં એક ઈસમ પ્લાસ્ટિકનો થેલો લઈ બેઠો છે. પોલીસે તેની પાસે જઇ અને થેલાની ચકાસણી કરતા તે તાડી હોવાનું માલુમ પડયુ હતું. આ અંગે તેની પાસે તાડી રાખવાની પાસ પરમીટ મળી ન હતી.પોલીસે આ ઇસમ પાસેથી ૧૦ લીટર તાડી કબ્જે લીધી હતી. જ્યારે તાડીનો સેમ્પલ એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો હતો. વાગરા પોલીસે આરોપી રાજુ વિરૂ કોહલા હાલ.રહે.જીઈબી ચોકડી પાસે,વાગરા મૂળ રહે,વરંગલ રાજાનાપેલી,તા.મોહબત, જી.ઔરંગા, તેલંગાનાની પ્રોહેબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Next Story