Connect Gujarat
Featured

વાગરા: સાયખા ગામે મહિલા છેડતીની આશંકાએ દાહોદના યુવકની હત્યા

વાગરા: સાયખા ગામે મહિલા છેડતીની આશંકાએ દાહોદના યુવકની હત્યા
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં સાયખા ખાતેની ઔદ્યોગિક વસાહતમાં મારામારી બાદ ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

વાગરાના સાયખા ગામે 13 ફેબ્રુઆરીના રોજ સાંજના 9 વાગ્યાના સુમારે મૂળ દાહોદ જિલ્લાનો દિનેશ નામનો વ્યક્તિ સાયખા જીઆઇડીસીમાં આવેલ આર.કે.સિન્થેસિસ કંપની પાસે રહેતા પોતાના સંબંધી દેવજીભાઈના ઘરે ગયો હતો ત્યારે જ ત્યાં રહેતા ત્રણ ઇસમોએ દિનેશની ઘેરી લીધો હતો અને લાકડીના ફટકા અને ઢીકાપાટુનો માર મારી યુવકને ઘાયલ કર્યો હતો. યુવકના માથાના ભાગે લાકડીનો ફટકો મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

વાગરા તાલુકામાં ઝડપથી ઔદ્યોગિક એકમો સ્થપાઈ રહ્યા છે. જ્યાં દૂર દૂરથી અને અન્ય રાજ્યોમાં થી કામદારો નોકરી તેમજ મજૂરી કરવા માટે આવતા હોય છે. જે સંદર્ભે દાહોદ જીલ્લામાંથી દિનેશ નામનો યુવાન સાયખા સ્થિત જય કેમિકલ કંપનીમાં મજૂરી અર્થે આવ્યો હતો. તે ગત 13 તારીખ અને ગુરુવારના રોજ સંબંધીને ત્યાં ગયો હાથે તે દરમિયાન મૂળ મધ્યપ્રદેશના ત્રણ યુવાન ચિરાગ સુનિલ ખાડિયા, દુલાભાઈ રમસિંગ નિનામા અને મુકેશ સુરસંગ ભૂરીયાએ મહિલા છેડતીનો આરોપ લગાવી યુવક ઉપર ઘાતક હુમલો કર્યો હતો. જેથી યુવાન ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયો હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. યુવાનના ભાઈએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પહેલા હુમલાની ફરિયાદ નોંધી હતી અને યુવકના મૃત્યુ બાદ 302ની કલમનો ઉમેરો કરી હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story