Connect Gujarat
ગુજરાત

વાલિયાઃ ભમાડીયા પ્રાથમિક શાળાની મુલાકાત કરતા તાલુકા મામલતદાર

વાલિયાઃ ભમાડીયા પ્રાથમિક શાળાની મુલાકાત કરતા તાલુકા મામલતદાર
X

હાલમાં સરકારી શાળાઓમાં ચાલી રહેલા મિશન વિદ્યા અભિયાન હેઠળ અધિકારીઓ શાળામાં જઈને મુલ્યાંકન કરી રહ્યા છે.

હાલમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મિશન વિદ્યાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત વાલિયા તાલુકાની ભમાડિયા પ્રાથમિક શાળાની તાલુકા મામલતદારે શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી.

ભમાડીયા ખાતે આવેલી આ શાળામાં ગામના તેમજ આજુબાજુ આવેલા ગામોના બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે. મામલતદરે મુલાકાત વેળાં શાળાના બાળકોને મિશન વિદ્યા અંતર્ગત બરાબર લખતા વાંચતા આવડે છે કે નહી તેની જાતે ચકાસણી કરી હતી. શાળા દ્વારા બાળકોને જે મધ્યાહન ભોજન પુરૂ પાડવામાં આવે છે તે પણ બરાબર છે કે નહી તેની ચકાસણી કરી હતી. તાલુકા મામલતદારે શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોની કામગીરીને બીરદાવી હતી.

Next Story