New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/WhatsApp-Image-2018-11-17-at-4.16.13-PM.jpeg)
વાલિયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલ હોવાથી વન્ય પ્રાણીઓ દેખાવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
તા.૧૫મી નવેમ્બરના રોજ વાલિયા તાલુકાના ચમાંરીયા ગામના કોતરમાંથી અજગર દેખાતા ગ્રામજનોએ જીવદયા પ્રેમી કર્તવ્ય વેલ્ફર સંસ્થાના સભ્યોને જાણ કરી હતી.જેને પગલે જીવદયા પ્રેમી અમીતસિંહ,ભાર્ગવ તથા નિલરાજસિંહ સ્થળ પર દોડી આવી મહામહેનતે આશરે ૧૦ ફૂંટ લાંબા અજગરને પકડી પાડી વન વિભાગને સોપી દીધો હતો. વન વિભાગે તેને જંગલ વિસ્તારમાં છોડી દેવાની તજવીજ હાથ ધરી હતી.
Latest Stories