વાલિયા સ્થિત શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

New Update
વાલિયા સ્થિત શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ દ્વારા આજરોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત નગરમાં એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે વાલિયા સ્થિત શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ જન જગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોલેજથી નીકળી વાલિયા ગામનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલીમાં જોડાયેલી વિદ્યાર્થીનીઓ સ્વચ્છતાનાં સૂત્રો સાથેનાં બેનર લઈને જોડાયી હતી. આ રેલી દરમિયાન કોલેજનાં આચાર્ય અશ્વિન કાપડિયા તથા કોલેજનાં અધ્યાપકો પણ જોડાયા હતા.

Latest Stories