Connect Gujarat
ગુજરાત

ગણેશ સુગર તથા મહેન્દ્રભાઇ જશવંતલાલ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આંખ નિદાન કેમ્પ યોજાયો

ગણેશ સુગર તથા મહેન્દ્રભાઇ જશવંતલાલ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આંખ નિદાન કેમ્પ યોજાયો
X

વાલીયા તાલુકાના વટારીયા ગામે ગણેશ સુગર તથા મહેન્દ્રભાઇ જશવંતલાલ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો.

ગણેશ સુગર-વટારીયા દ્વારા દર વર્ષે નિયમીત આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધેલ છે. ચાલુ વર્ષે પણ તાઃ ૨૩-૦૯-૨૦૧૮ ના રોજ ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., વટારીયા તથા મહેન્દ્રભાઇ જશવંતલાલ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા વટારીયા ખાતે આંખ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66653,66654,66655,66656,66657,66658,66659"]

જેમાં આજુ-બાજુના વિસ્તારનાં ગામડાઓનાં આખંને લગતા રોગોના કુલ ૨૫૨ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં મોતીયાના આપરેશન વાળા દર્દી ૩૩, ઘનિષ્ઠ તપાસ માટે રીફર કરેલ દર્દીઃ ૧૫, ઓપરેશન માટે સેવા રૂરલ ખાતે લઇ જવામાં આવેલ દર્દીઃ ૨૩, દવા વિતરણ કરેલ દર્દી ૨૨, તેમજ ૧૦૯ દર્દીઓને રાહતદરે ચશ્માં આપવામાં આવેલ હતા.

Next Story