વાલિયા ખાતે ભરૂચ જીલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા પેન્શનથી વંચિત મહીલાઓ માટે બેઠક મળી હતી.

વાલિયા ખાતે આવેલી મહિલા કોલેજનાં હોલમાં ભરૂચ જીલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિઘવા પેન્શનર્સ માટે એક બેઠક મળી હતી. જેમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ વિઘવા મહિલાઓને વિઘવા પેન્શન યોજના અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં આગેવાન ડોક્ટર અજીતસિંહ વશી, સંદિપસિંહ માંગરોલા, કેશરીસિંહ સાયણીયા, હિતેદ્રસિંહ ખેર, મોતીસિંહ માટીએડા અને ચંન્દ્રસિંહ સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિઘવા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY