• પારડીમાં અનોખી ઘટના બની

  • ઝેરી સાપને યુવકે આપ્યું નવજીવન

  • રસેલ વાઈપર સાપને CPR આપ્યું

  • સાપ અર્ધબેભાન થયો હતો

  • જીવદયાપ્રેમી યુવકે બચાવ્યો જીવ

વલસાડ જિલ્લાના પારડીમાં એક જીવદયાપ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું હતું.અને સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો.

પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં બે સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતોજોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો એના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી,અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો.

સાપ અર્ધબેભાન થઇ જતાં સાપને બચાવવા માટે અલી અન્સારીએ એને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથેથી પમ્પિંગ કર્યું હતુંપરંતુ કોઈ હલચલ ન થતાં તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી જોખમ ખેડીને સાપના મોઢામાં નીચેના ભાગે આવેલી શ્વાસ નળીમાં સ્ટ્રો નાખીને પાંચથી સાત વાર પોતાના મોઢેથી ફૂંક મારી કૃત્રિમ શ્વાસ આપ્યો હતો. અલી અન્સારીએ સાપને CPR આપતા થોડીવાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને એની શ્વાસનળી ફરી શરૂ થઈ હતીજેનાથી તેને નવજીવન મળ્યું હતું.