વલસાડ : કોંગ્રેસે રેલી યોજી કરી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ

New Update
વલસાડ : કોંગ્રેસે રેલી યોજી કરી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનને લઈને વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસે રેલી યોજી મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કથિત આડકતરો સ્વીકાર કર્યો હતો.જેને હવે કોંગ્રેસે મુદ્દો બનાવ્યો છે અને આ મુદ્દે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ સાથેના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

આજે વલસાડમાં પણ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય થી શરૂ થયેલ આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રોષ વ્યક્ત કર્યો હતો અને રેલીના અંતે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજીનામાની માંગ કરી હતી.

Latest Stories