વલસાડ : શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન સંચાલિત કોવિડ એન્‍ડ વેક્સિનેશન અવેરનેસ વાનને ધરમપુરની જનતા માટે ખુલ્લી મુકાઇ

વલસાડ : શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન સંચાલિત કોવિડ એન્‍ડ વેક્સિનેશન અવેરનેસ વાનને ધરમપુરની જનતા માટે ખુલ્લી મુકાઇ
New Update

સાંપ્રત કોરોનાની મહામારીમાં વલસાડ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસ થઇ રહયા છે. વલસાડ કલેકટર આર. આર. રાવલે શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન ધરમપુર દ્વારા ધરમપુરની જનતા માટે ઉપયોગમાં લેવાનારી કોવિડ એન્‍ડ વેકસિનેશન અવેરનેસ વાનને જિલ્‍લા વિકાસ અધિકારી અર્પિત સાગરની ઉપસ્‍થિતિમાં ખુલ્લી મૂકી હતી.

ધરમપુરની આસપાસના 200થી વધુ અંતરિયાળ ગામોમાં શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશનના સ્‍વયં સેવકો જઇ ત્‍યાંની વસતીને કોવિડના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તે માટે કોવિડના લક્ષણો અને પરિક્ષણો બાબતે જાણકારી આપી શરૂઆતના તબક્કામાં જ દર્દીને ઓળખી તેને વહેલી તકે સારવાર લેવા સમજાવશે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેલી કોવિડ અંગેની ગેરમાન્‍યતાઓ અને અંધશ્રધ્‍ધાઓ દૂર કરી કોવિડ માટે એન્‍ટીજન ટેસ્‍ટ કરી કોવિડ પોઝીટીવ આવેલા વ્‍યકિતને તેમના આશ્રમમાં શરૂ કરેલી કોવિડની હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવશે.

આ કોવિડ હોસ્‍પિટલમાં સીટી સ્‍કેન મશીન, આઇ. સી. યુ., વેન્‍ટિલેટર્સ, બી આઇ પેપ, હાઇ ફલો ઓકિસજન સપોર્ટ, ઓકિસજન કોન્‍સટ્રેટસ તથા સીલીન્‍ડર જેવી અદ્યતન સુવિધાઓ સાથે નિષ્‍ણાંત તબીબો કોવિડ દર્દીઓને સારવાર આપશે. અહીં દર્દીઓને માટે રહેવા, જમવા તેમજ દવાઓ અને કન્‍સલ્‍ટીંગની સેવાઓ નિઃશુલ્‍ક રાખવામાં આવી છે. આ પ્રસંગે ધરમપુર રાજચંન્‍દ્ર આશ્રમ મિશનના ડૉ. બીજલ મહેતા અને સિધ્‍ધાર્થ પટ્ટણી પણ હાજર રહયા હતા.

#Gujarat #Connect Gujarat #Valsad #Gujarati News #Valsad News #Beyond Just News #Valsad Gujarat
Here are a few more articles:
Read the Next Article