/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-216.jpg)
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલ પરીક્ષા માં એક શિક્ષક દ્વારા ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા શિક્ષણ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી સ્કેન્ડલની દિશા માં તપાસ હાથ ધરવામા આવી છે.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ શહેરની મુખ્યશાળાઓમાં ફાળવેલા પરીક્ષા કેન્દ્રોમાં ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં શનિવારે વલસાડ શહેર તિથલ રોડ પર આવેલી કુમુદ વિદ્યાલયને પણ પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું.
શનિવારે ધો.૧૦નું ગણિતનું મહત્વનું પેપર હતું.દરમિયાન વલસાડની કુસુમ વિદ્યાલયમાં સવારે નિયત સમય મુજબ ધો.૧૦ના ગણિતના પ્રશ્નપત્રનું વિતરણ કરાયું હતું.શાળાના સુપરવાઇઝરે પરીક્ષાર્થીઓની હોલટિકિટ ચેક કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. તે અરસામાં એક પરીક્ષાર્થીની હોલ ટિકિટ ચેક કરતાં તેમને શંકા ગઇ હતી.હોલ ટિકિટની સહિમાં ફેરફાર જણાતાં સ્થળ નિરીક્ષક શાળા આચાર્યને જાણ કરાઇ હતી.ત્યારબાદ ઝોનલ અધિકારીને વાકેફ કરાતા તેઓ પણ પરીક્ષાખંડમાં આવી પહોંચ્યા હતા. હોલ ટિકિટમાં કરેલી સહિમાં ગરબડ માલૂમ પડી હતી.જેને લઇ ડમી પરીક્ષાર્થી હોવાની શંકા દઢ બની હતી.
વધુ પૂછપરછ કરાતાં મૂળ વિદ્યાર્થીની જગ્યાએ દાનહના દૂધનીની ગવર્નમેન્ટ શાળામાં કરાર અધારિત કોન્ટ્રાક્ટ બેઝ તરીકે ફરજ બજાવતો સુરેશ દામુભાઇ ભોયા ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી રહ્યો હોવાનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી ની ધરપકડ કરી કોર્ટ માં રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મેળવી આ કોઈ સ્કેન્ડલ હોવાની દિશા માં તપાસ હાથ ધરવામાં આવી છે.