/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-269.jpg)
વલસાડ જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટ આરએમવીએમ સ્કૂલ ના નામે ફેક વિડિઓ વાઇરલ કરવાના કેસ માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે
વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગોતરા જામીન અરજી વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દેતા ચકચાર મચી ગઈ છે.મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર વલસાડની સ્કૂલના નામ સાથે વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા એક શિક્ષકનો વિડીયો ટ્વીટ કર્યો હતો.
જેમાં વલસાડની આર એમ વી એમ હાઇસ્કુલ માં શિક્ષકોની બર્બરતા જેવા શબ્દ પ્રયોગ કરી વલસાડની આં આર એમ વી એમ સ્કુલ વિરૂધ કડક કાર્યવાહી કરવા માટે ટ્વિટર પર વિડિયો મામલે પી.એમ.ઓ પાસેથી પણ જવાબ માંગ્યો હતો.ત્યાર બાદ જીગ્નેશ મેવાણીનું ટ્વીટ વાયરલ થતા વલસાડની આર એમ વી એમ હાઇસ્કુલે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ સ્કૂલને બદનામ કરવાના પ્રયાસ કરવા માં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.પોલીસ ફરિયાદ બાદ જીગ્નેશ મેવાણીએ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
જોકે આજે વલસાડની એડિશનલ સેશન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.. જેને કારણે જીગ્નેશ મેવાણી ની આ કેસમાં આગામી સમયમાં મુશ્કેલીઓ વધી શકે તેમ ચર્ચાઈ રહ્યું છે.