વલસાડ: ચુંટણી દરમિયાન પ્રાંત અધિકારીએ રેવન્યુના કર્મીને ઝિંકયા ૩ લાફા

New Update
વલસાડ: ચુંટણી દરમિયાન પ્રાંત અધિકારીએ રેવન્યુના કર્મીને ઝિંકયા ૩ લાફા

વલસાડના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે લોકસભા ની ચૂંટણી દરમિયાન રેવન્યુ ખાતા ના કર્મચારીને પ્રાંતઅધિકારી દ્વારા ૩ લાફા મારતા કર્મચારીઓ દ્વારા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.

વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે મતદાન બાદ ચૂંટણીની પ્રક્રિયા ના કામ દરમિયાન પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવતા વિજય પટેલ નામના કર્મચારી સહીત તમામ કર્મચારીઓને પ્રિસાઇડીંગ ઓફિસરો પાસે થી ડાયરી અને સ્ટેટમેન્ટ ૧ અને ૨ વગેરે ની દસ્તાવેજો સ્વીકારવાની ની કામગીરી મૌખિક સૂચન થી સોંપી હતી. જે બાબત ને લઈને વિજય પટેલ દ્વારા સ્ટેટમેન્ટ ૧ અને ૨ ની કોપી તેમનાથી ક્યાંક મુકાઈ જતા પ્રાંત અધિકરીને આ બાબત ની જાણ થતા તેમને ગુસ્સે થઇ કર્મચારી વિજય પટેલને અપશબ્દ કહી 3 લાફા ઝીંકી દીધા હતા. જેને લઈને આજરોજ કર્મચારીઓ ભેગા મળી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું. જે બાબત ને લઈને જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરાવી આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Latest Stories