Connect Gujarat
Featured

વલસાડ : દારૂના જથ્થા સાથે સુરતનો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

વલસાડ : દારૂના જથ્થા સાથે સુરતનો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો
X

લોકડાઉનમાં દારૂ ક્યાંથી આવ્યો તે અંગે તપાસ શરૂ

વલસાડ હાઇવે નજીક સુરતના પોલીસ કોન્સ્ટેબલને દારૂ સાથે સુરત રેન્જ આઈજીના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે હાલ ચાલી રહેલા લોકડાઉનમાં પોલીસ કર્મચારી દારૂ ક્યાંથી લાવ્યો તે મોટો સવાલ છે.

વલસાડના પીરું ફળિયા હાઇવે નજીક દારૂ ભરેલી કાર જવાની સુરત એસઓજીને બાતમી મળી હતી. એસઓજી દ્વારા બાતમી વાળી કાર આવતા તેને અટકાવતા કારમાંથી રાંદેર પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ રાઠોડ ઝડપાયા હતા . કારની તપાસ કરતા કારમાંથી દારૂની 120 બોટલ જેની કિંમત રૂપિયા 82,800 અને મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 8,23,800 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતના પોલીસ કોન્સ્ટેબલ સહિત એક વ્યક્તિને વલસાડ પોલીસ દ્વારા ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ખૂબ જ કડક ચેકીંગ હોવા છતાં કોન્સ્ટેબલ દ્વારા વાપી સુધી સહેલાઇથી આવી શકે અને દારૂ લઇ જઇ શકે તે માટે ખેપ મારી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story