Connect Gujarat
Featured

વલસાડ : સાતમા પગાર પંચ મામલે પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ

વલસાડ : સાતમા પગાર પંચ મામલે પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ
X

વલસાડ ખાતે પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ સાતમું પગારપંચ ન મળતા વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તમામ શિક્ષકોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચની અમલવારી કરવાનો આદેશ છતાં વલસાડ પોલિટેકનિક કોલેજમાં આદેશની અમલવારી ન થતા તમામ શિક્ષકો સહિત કર્મચારીઓએ કાળા કપડાં પહેરી કોલેજ બહાર ઉભા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડ પોલિટેકનિક કોલેજના શિક્ષકોએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા મતભેદ રાખીને તેમને સાતમા પગારપંચથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં પોલિટેકનિક કોલેજના શિક્ષકોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story