Connect Gujarat
Featured

વલસાડ: તિથલ રોડ નજીક ગેસલાઈનમાં સર્જાયું ભંગાણ, જુઓ CCTVમાં કેટલા ફૂટ ઊંચા ઊડ્યાં ફુવારા..!

વલસાડ: તિથલ રોડ નજીક ગેસલાઈનમાં સર્જાયું ભંગાણ, જુઓ CCTVમાં કેટલા ફૂટ ઊંચા ઊડ્યાં ફુવારા..!
X

વલસાડ શહેરના તિથલ રોડ ઉપર ગટર લાઈનનું કામ કરતી વેળા ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસના ફુવારા ઊડ્યાં હતા, ત્યારે સમગ્ર ઘટના નજીકની એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વલસાડના તિથલ રોડ ઉપર એમ. સ્કેવર મોલ નજીક R&B વિભાગ દ્વારા ગટર લાઈનના કામકાજ અર્થે ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન JCBની મદદથી ખોદકામ કરતી વેળા ગુજરાત ગેસ અને નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ઘટનાને પગલે લગભગ 7થી 8 ફૂટ ઉંચા ગેસના ફુવારા ઊડ્યાં હતા, ત્યાર બાદ પાણીની લાઇનમાંથી પણ ફુવારા ઉડતા નજરે પડ્યા હતા, ત્યારે સમગ્ર ઘટના નજીકની એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

સમગ્ર ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં લોકોની ભારે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સૌપ્રથમ માટી નાંખી ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. વલસાડ શહેરમાં આડેધડ ખોદકામ કરવામાં આવતા અવારનવાર ભંગાણ સર્જાતા હોય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ તે માટે તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story