અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે પોગ્રેસ એલાયન્સ અંકલેશ્વર અને  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન-૨૦૨૬ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં, પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો. યુવા પેઢીએ જાહેર મંચ પર પોતાના માતા-પિતાને નમન કરી આશીર્વાદ મેળવતા સર્જાયેલી ક્ષણોએ સમગ્ર કાર્યક્રમને ભાવવિભોર બનાવી દીધો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Sardar Patel Samaj seva trust