વેરાવળ : સિવિલમાં યુવતીનું થયું મોત, પરિવારે માંગ્યો મૃતદેહ, જુઓ પછી શું થયું

0

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળામાં આવેલી સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે યુવતીનુ મોત થતા પરીવારજનોએ મૃતદેહ લઇ જવાની માંગ સાથે હોસ્પિટલમાં તોડફોડ કરી તબીબ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરાનાગ્રસ્ત યુવતીની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત થતા વિવાદ સર્જાયો હતો. યુવતીનું મોત થતા પરિવારજનોએ મૃતદેહને પોતાની સાથે લઈ જવા માટે જીદ પકડી હતી. પરંતુ સરકારી ગાઈડલાઈન પ્રમાણે કોવીડ 19માં મૃત્યુ પામેલ કોઇપણ દદીઁનો મૃતદેહ હોસ્પિટલ સ્ટાફ આપી ન શકતા હોવાથી હોસ્પિટલે ના પાડતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાયાં હતાં. તેમણે તબીબ સાથે મારામારી કરવા ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં અન્ય તબીબો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં અને પરિવારજનોએ કરેલાં કૃત્યને સખત શબ્દોમાં વખોડી નાંખ્યું હતું. તબીબી પર થયેલાં હુમલાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here