Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળ : મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કરી મોટી જાહેરાત, લોકડાઉનનો સમય 31 જુલાઇ સુધી વધાર્યો

પશ્ચિમ બંગાળ : મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કરી મોટી જાહેરાત, લોકડાઉનનો સમય 31 જુલાઇ સુધી વધાર્યો
X

જ્યારથી દેશમાં Unlock1.0 જાહેર કરવામાં આવ્યું ત્યારથી દેશભરમાં કોરોનાથી સંક્રમણ દિવસે દિવસે રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યામાં રોજ બરોજ ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે કે, લોકડાઉન વધારીને 31 જુલાઈ સુધી કરવામાં આવ્યું છે. જેમાં કર્ફ્યૂનો સમય રાતના 10થી સવાર 5 કલાકનો રહેશે.

એક સંમેલનમાં વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે નક્કી કર્યુ છે કે, એક જુલાઈથી રાતના 10થી સવાર 5 કલાક વચ્ચે કર્ફ્યૂ રહેશે અને 1 જુલાઈથી મેટ્રો સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. શુક્રવારે થયેલી જાહેરાતમાં લોકડાઉનના વધારેલા સમય અને તેમાં અપાયેલી છૂટછાટ અંગે જણાવાયું હતું. જેમાં કર્ફ્યૂના પાલન અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ નાગરિકોને પણ સરકારનો સાથ આપવા માટે આપીલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન લોકડાઉનમાં કર્ફ્યૂનો સમય રાતના 9થી સવારના 7 કલાક સુધી હતો. જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Next Story