Connect Gujarat
દેશ

અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ શું નવજોત સિંહ સિદ્ધુ લેશે રાજનીતીથી સંન્યાસ?

અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ શું નવજોત સિંહ સિદ્ધુ લેશે રાજનીતીથી સંન્યાસ?
X

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સીટ હારી ચુક્યા છે. અમેઠીની હોટ સીટ પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ૫૫ હજાર વોટોથી હરાવી દીધા છે. ભાજપા સમર્થકો દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઇરાનીની જીત પછી ટ્વિટર પર ઘણી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. અમેઠી પર રાહુલ ગાંધીની હાર પછી લોકોએ ટ્વિટર પર નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન તાકીને તેમને રાજનીતિ છોડવાનું કહી રહ્યા છે.

https://twitter.com/Badri_n_p/status/1131576917092470785

https://twitter.com/iammeharsethi/status/1131627386754150400?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1131627386754150400|twgr^393039363b74776565745f6d65646961&ref_url=https://gujarati.oneindia.com/news/india/lok-sabha-election-results-2019-tweeple-target-sidhu-on-rahul-defeat-in-amethi-047251.html

https://twitter.com/moonstar4u/status/1131575143237472261

નવજોત સિંહ સિદ્ધુ બોલીને ફસાયા ખરેખર નવજોત સિંહ સિદ્ધુએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા તો તેઓ રાજનીતિથી સન્યાસ લઇ લેશે. ટ્વિટર પર લોકોએ સિદ્ધુને તેના નિવેદન પર ઘેરવાનું ચાલુ કરી દીધું છે. ઘણા ટ્વિટર યુઝરે નવજોત સિંહ સિદ્ધુને રાજનીતિથી સન્યાસ લેવાનું યાદ કરાવ્યું.

https://twitter.com/shara_rocks/status/1131520820814024704

https://twitter.com/gkoushikg/status/1131595960927186944

https://twitter.com/dhawanprince28/status/1131788268637286400

તમને જણાવી દઈએ કે ટ્વીટર ઉપર એક યુઝરે પૂછ્યું, રાજનીતિથી સન્યાસ ક્યારે લેશો એક યુઝરે લખ્યું કે મેં તમને રાજનીતિથી સન્યાસ લેવાનું કહીને ભૂલ કરી દીધી, મને યાદ ના હતું કે તમે કોંગ્રેસમાં છો, એટલા માટે તમે વચન કઈ રીતે પૂરૂં કરી શકો.

નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્મૃતિ ઈરાનીના અમેઠીથી પડકાર આપવાની વાત પર ગુસ્સે થયા હતા. તેમને કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી જશે, તો તેઓ રાજનીતિથી સન્યાસ લઇ લેશે તો શું હવે સિદ્ધુજી રાજનીતીમાંથી સંન્યાસ લેશે? કે પછી પ્રજા જ તેમને ઘરનો રસ્તો બતાવશે ? તે જોવું રહ્યું.

Next Story