Connect Gujarat
Featured

મુંબઈ "પાણી પાણી" : ચોમાસાના આગમન સાથેજ રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

મુંબઈ પાણી પાણી : ચોમાસાના આગમન સાથેજ રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
X

આજરોજ મૂંબઈમાં સવારથી વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થયું હતું. ભારે વરસાદને પગલે માયાનગરી મુંબઈના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે 9થી 10 જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે પણ આ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. IMD મુંબઈએ કહ્યું છે કે સેટેલાઈટ ઓબ્ઝર્વેશન પ્રમાણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 3-4 કલાક દરમિયાન 2-3 સે.મી. પ્રતિ કલાક પ્રમાણે વરસાદ થવાની સંભાવના છે.

શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. સવારથી થઈ રહેલા વરસાદને લીધે માર્ગો પર ઘૂંટણ સુધી પાણી ભરાયેલું છે. IMD મુંબઈના વડા ડો.જયંત સરકારના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસા પ્રત્યેક વર્ષ 10 જૂન સુધી પહોંચે છે. પણ આ વખતે સમય કરતા એક દિવસ વહેલુ ચોમાસુ આવ્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદને જોતા લોકલ ટ્રેન સેવાને કુર્લા અને CSMT સ્ટેશન વચ્ચે સવારે 9.50 વાગે અટકાવવામાં આવી છે.

મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે આજે બુધવારે સવારે 11.45 વાગ્યે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન સમુદ્રમાં 4થી 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. જો વરસાદ આમ જ વરસતો રહ્યો તો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી છે. આને કારણે કોરોના સંક્રમણ અંગે પણ મુશ્કેલીઓમાં વધારો નોંધાશે.

આગામી કેટલાક દિવસોમાં મોન્સૂન તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય કેટલાક ભાગો સક્રિય થઈ શકે છે. આગામી 4-5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

મુંબઈમાં મોન્સૂન આગામી 2-3 દિવસમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોન્સૂન મુંબઈ અને કોલકાતામાં એકસાથે પહોંચી શકે છે. અત્યારે મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. આ સપ્તાહે મુંબઈ અને અન્ય કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનાં એંધાણ જણાયાં છે.

મુંબઈ અને કોલકાતામાં ચોમાસાનું આગમન 11 જૂન આસપાસ થશે. આની સાથે તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય વિસ્તારોમાં મોન્સૂન સક્રિય થશે. આગામી 4-5 દિવસોમાં છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદ થવાનાં એંધાણ છે.

Next Story