Connect Gujarat
ગુજરાત

મહિલા ટી20 વર્લ્ડ કપ : વરસાદના પગલે સેમિફાઇનલ રદ્દ, ભારતીય ટીમ મેચ રમ્યા વગર પહોંચી ફાઈનલમાં

મહિલા ટી20 વર્લ્ડ કપ : વરસાદના પગલે સેમિફાઇનલ રદ્દ, ભારતીય ટીમ મેચ રમ્યા વગર પહોંચી ફાઈનલમાં
X

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય

રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને મળ્યો છે. વરસાદને પગલે ભારત અને

ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો

છે અને ટીમ ફાઈનલમાં પહોંચી

છે.

વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ રમ્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો

હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો

હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરનું પણ માનવું

છે કે વર્લ્ડ કપમાં સમિફાઈનલ જેવી મહત્વની મેચમાં રિઝર્વ ડે હોવો જોઈએ. ક્રિકેટ

ઓસ્ટ્રેલિયા દ્વારા આ અંગે દરખાસ્ત પણ કરવામાં આવી હતી પરંતુ આઈસીસીએ તેને ફગાવી

દીધી હતી.હરમનપ્રતિ કૌરે ટીમના પ્રદર્શન અંગે કહ્યું કે, ‘શેફાલીથી લઈને સ્મૃતિ બધા જ

ખેલાડીઓમાં સારો તાલમેલ જોવા મળે છે. અમે ટૂર્નામેન્ટની શરૂઆત સારી રીતે કરી શક્યા

જેથી અમને ગ્રુપની તમામ મેચો જીતવાનો ફાયદો મળ્યો છે. શ્રેષ્ઠ દેખાવનો શ્રેય સમગ્ર

ટીમને જાય છે.

ભારતીય ટીમ સામે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા

વચ્ચેની મેચમાં જે વિજેતા બનશે તે ટકરાશે. તમને જણાવી દઈએ ફાઇનલ મેચ વુમન્સ

ડે (8 માર્ચ)ના રોજ રમાવવાની છે.

Next Story