New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/world-badminton-championshi.jpg)
ચેમ્પિયનશીપમાં હારના કારણે સિદ્ધુએ ફરીવાર સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો
ભારતની સ્ટાર શટલર પી.વી.સિદ્ધુને વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિન સામે ૨૧-૧૯, ૨૧-૧૦ થી હાર મળી છે. આ સાથે જ પી.વી, સિદ્ધુ ફરી ઇતિહાસ રચવાથી ચૂકી ગઇ. કૈરોલિના મારિને વર્લ્ડ નંબર-3 સિદ્ધુને હરાવીને ત્રીજીવાર વર્લ્ડ બેડમિંટન ચૈમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ જીત્યો. મારિન અને સિદ્ધુએ 45 મીનિટ સુધી રમેલી આ ગેમમાં ૨૧-૧૯, ૨૧-૧૦ થી હાર આપી. આ હારને કારણે સિદ્ધુએ ફરીવાર સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો. તેમનો આ બીજો સિલ્વર મેડલ છે. આ સિવાય તે બે વાર બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે.
Latest Stories