વર્લ્ડ કપ-૨૦૧૯ માટે ટીમ ઈન્ડિયા જાહેર

New Update
વર્લ્ડ કપ-૨૦૧૯ માટે ટીમ ઈન્ડિયા જાહેર

વર્લ્ડકપની ટીમમાં ત્રણ ગુજરાતીઓ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતા વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. મુંબઈ ખાતે બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે જાહેર કરેલી ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં છે. આ ટીમમાં બેટ્સમેન તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, એમએસ ધોની અને દિનેશ કાર્તિકને લેવામાં આવ્યા છે.

જયારે ઓલરાઉન્ડરના રૂપમાં કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. તો બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો સમાવેશ થયો છે.ધોનીના બેકઅપમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. ગયા વર્લ્ડકપમાંથી ૭ ખેલાડીઓ યથાવત, ૮ નવા: ૨૦૧૫ની વર્લ્ડકપની ટીમમાંથી ૭ ખેલાડીઓ આ વખતે પણ ટીમમાં જગ્યા મળી છે, જયારે ૮ નવા ચહેરાઓને તક મળી છે.

Latest Stories