Connect Gujarat
Featured

“વિશ્વ કિડની દિવસ” : સમગ્ર ગુજરાતના આ વ્યક્તિએ કરાવ્યુ છે સૌથી વધુ 2700 વખત ડાયાલીસીસ

“વિશ્વ કિડની દિવસ” : સમગ્ર ગુજરાતના આ વ્યક્તિએ કરાવ્યુ છે સૌથી વધુ 2700 વખત ડાયાલીસીસ
X

આજે 12મી માર્ચના રોજ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આવો આપણે મળીએ ખેડા જિલ્લાના એક એવા વ્યક્તિને કે, જેઓની બન્ને કિડની ફેઈલ થઈ જતાં તેઓ અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 2700 વખત ડાયાલીસીસ કરાવી ચૂક્યા છે.

ખેડા જીલ્લાના યાત્રાધામ ડાકોરમાં રહેતા ઉમેશ દેસાઈ અનેક લોકોને મક્કમ મનોબળથી બીમારી સામે લડવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિ લાગતા ઉમેશ દેસાઇને જોઈને કોઈ કહી જ ન શકે કે આ વ્યક્તિની બન્ને કિડની ફેઈલ છે. સદાય હસમુખો ચેહરો ધરાવતા ઉમેશ દેસાઇ અનેક લોકોને નવી પ્રેરણા અને જોમ પૂરું પાડે છે. તેઓ આજથી 19 વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. પરંતુ લગ્ન થયાના એકાદ માસમાં જ તેમની બન્ને કિડની ફેઈલ હોવાનું નિદાન થયું હતું. જેને લઇ ભાંગી પડવાને બદલે હસતા મુખે તેઓએ પોઝિટિવ અભિગમ રાખી પરિસ્થિતિનો સામનો કરવાનો નિર્ધાર કર્યો હતો.

સામાન્ય રીતે જોવા મળે છે કે, કિડનીના દર્દોની સારવાર માણસને ભાંગી પાડતી હોય છે. દર્દી તેમજ સ્વજનો નાસીપાસ થઇ જતા હોય છે, ત્યારે નાસીપાસ થવાના બદલે ઉમેશ દેસાઇ જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ રાખી છેલ્લા 19 વર્ષથી સારવાર કરાવી રહ્યા છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 2700 વખત ડાયાલીસીસ કરાવી ચૂક્યા છે. જેમાં ૧૬ વર્ષ અમદાવાદ ખાતે અને હાલ છેલ્લા ૩ વર્ષથી નડિયાદ ખાતે ડાયાલીસીસ કરાવી રહ્યા છે. દર ત્રીજા દિવસે તેમનું ડાયાલીસીસ કરવામાં આવે છે, ત્યારે આજના વિશ્વ કિડની દિવસે ઉમેશ દેસાઇ ખરેખર અનેક લોકોને પ્રેરણા પુરી પાડતું ઉમદા ઉદાહરણ સાબિત થયા છે.

Next Story