આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે સમગ્ર રાજ્યમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. યોગ દિવસને લઇને અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાએ યોગનું આયોજન થવાનું છે, જેને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પણ યોગની તાલિમ મેળવી હતી.

યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ત્યારે બાયડની પંચશીલ સ્કૂલના બાળકોએ યોગ કરી હતી. બાળકોએ માનવકૃતિ કૈયાર કરી ‘યોગા ફોર હાર્ટ’ નો સંદેશો આપ્યો હતો. શાળાના તમામ બાળકો હાલ વિશ્વ યોગ દિવસ નિમિત્તે તૈયારીઓ કરી રહ્યા છે, જેના ભાગરૂપે બાળકોએ આ માનવકૃતિ તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

 

LEAVE A REPLY