Connect Gujarat
દુનિયા

તુર્કીમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 22ના મોત, 50 લોકો હજુ ફસાયેલા હોવાની સંભાવના

તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના ઘટી. તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે

તુર્કીમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 22ના મોત, 50 લોકો હજુ ફસાયેલા હોવાની સંભાવના
X

તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના ઘટી. તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને હજુ પણ 50 જેટલા કામદારો ફસાયેલા હોવાની સંભાવના છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ખાણમાં ઉત્પાદિત મિથેન ગેસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હશે. આ ઘટના તુર્કીના કાળા સાગર તટીય વિસ્તારની છે, જ્યાં રેસ્ક્યુ ટીમ ખાણમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહાર્ટિન કોકાએ આ દુર્ઘટનાને તુર્કીની સૌથી મોટી ઘાતક ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંથી એક ગણાવી અને કહ્યું કે ખાણમાંથી જીવતા નિકળ્યા બાદ આઠ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો વળી આંતરિક મંત્રી સુલેમાન સોયલૂએ કહ્યું કે, આ ખાણમાં કુલ 110 લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક જાતે બહાર આવ્યા, તો કેટલાકને બચાવી લેવાયા આવ્યા છે. જ્યારે કેટલાક લોકોના મોત થયા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 50 ખાણિયાઓ જમીનની નીચે 300 થી 350 મીટર (985થી 1,150 ફૂટ) વચ્ચેના બે અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા છે. બાર્ટિન પ્રાંતના અમસારા શહેરમાં ખાણમાં વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું કે, ઘટનાસ્થળે અનેક બચાવ ટીમો મોકલવામાં આવી છે.

Next Story