કઝાનમાં PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરના રોજ મંગળવારે કાઝાનમાં બ્રિક્સ સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા હતા. 

a
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરના રોજ મંગળવારે કાઝાનમાં બ્રિક્સ સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી બ્રિક્સ સમિટ 2024માં કઝાનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. 

વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષથી બ્રિક્સનું નેતૃત્વ કરવા બદલ રશિયાને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું કેબ્રિક્સે છેલ્લા 15 વર્ષમાં પોતાની છાપ છોડી છે. હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું. રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને હું સતત સંપર્કમાં છીએ. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ હોવો જોઈએ. અમે માનવજાતની સંભાળ રાખીને શાંતિ અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ. ભારત આ મામલે તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.

રશિયન નાગરિકોએ વડાપ્રધાન મોદીનું મંગળવારે કઝાનમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે કૃષ્ણ ભજન ગાઈને સ્વાગત કર્યું હતું. તેઓ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કઝાનની એક હોટલ પહોંચ્યાજ્યાં રશિયન નાગરિકોએ સાંસ્કૃતિક આપ-લેના એક ભાવપૂર્ણ પ્રદર્શનની સાથે તેમનું સ્વાગત કર્યું.

#CGNews #World #Meeting #PM Modi #Russia #Visit #President Putin
Here are a few more articles:
Read the Next Article