કિવમાં ચાલતી કારની સામે રશિયન મિસાઇલ પડી, 11 બેલિસ્ટિક મિસાઇલો છોડી

રશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો.

કિવમાં ચાલતી કારની સામે રશિયન મિસાઇલ પડી, 11 બેલિસ્ટિક મિસાઇલો છોડી
New Update

રશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો.

કારની અંદર બેઠેલા બે લોકોએ મિસાઈલ પડવાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ હુમલામાં કારને કોઈ નુકસાન થયું નથી. યુક્રેનના ચીફ ઓફ સ્ટાફ વેલેરી ઝાલુજ્નીએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ સવારે 11.30 વાગ્યે કિવ પર 11 બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડી હતી. ઝાલુજ્નીએ દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈન્યએ તમામ મિસાઇલોને તોડી પાડી હતી. મિસાઈલના પતનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું- રશિયન મિસાઈલનો કાટમાળ કિવમાં અલગ-અલગ જગ્યાએ પડ્યો હતો. આમાં એક બાળક પણ ઘાયલ થયું છે. રશિયાએ આ હુમલો મોસ્કોમાં 2 ઈમારત પર ડ્રોન હુમલા બાદ કર્યો હતો.

#Connect Gujarat #BeyondJustNews #World #Russia #War #Ukraine #landed #ballistic missiles #Kiev #Russian missile #moving car
Here are a few more articles:
Read the Next Article