યુગાન્ડાની એક સ્કુલમાં થયો આતંકી હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 25ના મોત

આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમી ભાગમાં સ્થિત એક સ્કૂલમાં ISIS સાથે સબંધિત બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.

યુગાન્ડાની એક સ્કુલમાં થયો આતંકી હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 25ના મોત
New Update

આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમી ભાગમાં સ્થિત એક સ્કૂલમાં ISIS સાથે સબંધિત બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 વિદ્યાર્થીઓના મોતની માહિતી મળી રહી છે. આ ઘટના 16 જૂન રાત્રીના સમયની છે.

યુગાન્ડા પોલીસ ફોર્સે માહિતી આપી કે, યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં સ્થિત એમપોંડવેમાં લુબિરા સેકન્ડરી સ્કૂલમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં 8 લોકો ઘાયલ પણ થયા છે. જેમની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે એ નથી જણાવ્યું કે, મૃતકોમાં કેટલા સ્કૂલના બાળકો છે. પોલીસે જણાવ્યું કે સૈનિકો હુમલાખોરોનો પીછો કરી રહ્યા હતા જેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના વિરુંગા નેશનલ પાર્ક તરફ ભાગી ગયા હતા. એપ્રિલમાં ADF એ પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામ પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Attack #school #Firing #Terrorist #Uganda #25 died
Here are a few more articles:
Read the Next Article